Tejtrusha Mahotsav 2026 Date અને Highlights
કાર્યક્રમનું નામ-તેજતૃષા મહોત્સવ 2026-27
આયોજક-ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ
તારીખ-07-08 December 2026
કોણ ભાગ લઈ શકે-હાલમાં BAOUમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
Registration-Online
Competition List: કઈ કઈ સ્પર્ધાઓ યોજાશે?
સાહિત્યિક સ્પર્ધાઓ (Literary Events)
નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ક્વીઝ, શીઘ્ર કાવ્ય સર્જન, શીઘ્ર લઘુકથા સર્જન, લોકવાર્તા, દોહા-છંદ-ચોપાઈ અને સ્કીટ લેખન.
સાંસ્કૃતિક સ્પર્ધાઓ (Cultural Events)
ક્લે મોડેલિંગ, પોસ્ટર મેકિંગ, રંગોળી, ગ્લાસ અને ફેબ્રિક પેઈન્ટિંગ, મહેંદી, પેન્સિલ સ્કેચ, કાર્ટૂનિંગ, ઓન ધ સ્પોટ પેઈન્ટિંગ, સ્પોટ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી, હળવું કંઠ્ય સંગીત, પાશ્ચાત્ય સંગીત, સમૂહગીત, તાલ વાદ્ય અને સ્વર વાદ્ય (Solo), એકપાત્રીય અભિનય, એકાંકી, મિમિક્રી, માઈમ, નૃત્ય નાટિકા, સ્કીટ, પ્રાદેશિક/સમૂહ નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, ડિબેટ અને ફેશન શો.
રમત-ગમત સ્પર્ધાઓ (Sports Events)
ચેસ, કેરમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, 100 મીટર દોડ, રીલે દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, લીંબુ-ચમચી દોડ, કોથળા દોડ અને યોગાસન.
Reel Making Competition: નવી ડિજિટલ સ્પર્ધા
આ વર્ષે ખાસ રીલ મેકિંગ સ્પર્ધા પણ રાખવામાં આવી છે. તેના મુખ્ય નિયમો
- Duration: 15 થી 90 સેકન્ડ
- Aspect Ratio: 9:16 (Vertical/Portrait)
- Quality: ઓછામાં ઓછી HD (720p+)
- Music: માત્ર Copyright-free અથવા પોતાનો રેકોર્ડ કરેલો સાઉન્ડ
- રીલ Instagram/Facebook પર પોસ્ટ કરી caption માં #BAOU #TejTrusha-2026 #Youthfest #ReelCompetition જેવા હેશટેગ્સ ઉમેરવા.
- એકાઉન્ટની Privacy Setting Public રાખવી ફરજિયાત છે.
- અગાઉ બનાવેલી, પ્રચારાત્મક કે અશ્લીલ રીલ માન્ય ગણાશે નહીં.
મૂલ્યાંકન લાઈક-શેર-કોમેન્ટ, સર્જનાત્મકતા, થીમ, વિઝ્યુઅલ પ્રભાવ અને એડિટિંગના આધારે થશે.
Important Rules for Participants
- દરેક વિદ્યાર્થીએ યુનિવર્સિટીનું ઓળખપત્ર (ID Card) સાથે રાખવું ફરજિયાત છે.
- એક વિદ્યાર્થી વધુમાં વધુ 2 Solo અને 1 Group સાંસ્કૃતિક સ્પર્ધામાં તથા વધુમાં વધુ 3 Sports સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
- વાદ્ય, મેકઅપ, પહેરવેશ અને જરૂરી સાધન-સામગ્રી સ્પર્ધકે જાતે લાવવાની રહેશે.
- નિબંધ, કાવ્ય, લઘુકથા જેવી સ્પર્ધાઓનો વિષય સ્પર્ધાના 30 મિનિટ પહેલા આપવામાં આવશે.
- શિસ્ત ભંગ કરનાર સ્પર્ધક તાત્કાલિક રદ થશે; નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે.
- ફેશન શો માટે નોંધણી વખતે પોશાકના 2 ફોટોગ્રાફ અપલોડ કરવા અનિવાર્ય છે.
Point System (Overall Trophy)
- Group Event: 9-7-5 પોઈન્ટ (પ્રથમ-દ્વિતીય-તૃતીય)
- Solo Event: 5-3-1 પોઈન્ટ
How to Apply: Tejtrusha Registration Link
- મુખ્ય સ્પર્ધાઓ માટે: https://admission.baou.edu.in/tejtrusha/Instruction.aspx
- રીલ મેકિંગ સ્પર્ધા માટે: https://forms.gle/gLmKchecVAo37FCx5
Registration પહેલાં Instruction પેજ પરના નિયમો ધ્યાનથી વાંચી લેવા. સ્પર્ધાનું વિગતવાર સમયપત્રક યુનિવર્સિટી દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે.
નિષ્કર્ષ
તેજતૃષા મહોત્સવ માત્ર સ્પર્ધા નથી, પરંતુ ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પોતાની કલા અને આત્મવિશ્વાસ બતાવવાનો ઉત્તમ મંચ છે. આજે જ રજીસ્ટ્રેશન કરો અને તા. 07-08 ડિસેમ્બર 2026ના આ મહોત્સવનો ભાગ બનો.
Disclaimer: આ માહિતી BAOU દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર પોસ્ટર અને નિયમાવલી પર આધારિત છે. અંતિમ માહિતી માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ જુઓ.